મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી
Mango ice cream recipe in Gujarati.
કઈ-કઈ આઈસ્ક્રીમ ઘરે બનાવી શકાય?
ઉનાળો એટલે રજાઓ, મજા અને આઈસ્ક્રીમ. નાના, મોટા, બાળકો, વૃદ્ધો બધાને આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે. કોઈ આઈસ્ક્રીમ ક્યારેય મનાઈ કરતું નથી, બજારમાં અગણિત ફ્લેવરના આઈસ્ક્રીમ મળે છે અને લગભગ તમામ પ્રકારના આઈસ્ક્રીમ આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. અહીં હું તમારી સાથે મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી શેર કરી રહી છું.
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તે વિટામિન A, કેલ્શિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે. કેરીનો આઈસ્ક્રીમ તમારું વજન વધારવામાં પણ મદદરૂપ છે. મેંગો આઈસ્ક્રીમનો ઉપયોગ મિલ્કશેક અને સ્મૂધી જેવા ઠંડા પીણાંમાં પણ થાય છે. મેંગો આઈસ્ક્રીમ દૂધ અને કેરીમાંથી બનાવવામાં આવે છે.
ચાલો જાણીએ ફ્રેશ મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત.
સામગ્રી:
1 પાકી કેરી,
1 લીટર ફુલ ક્રીમ દૂધ,
સ્વાદ અનુસાર ખાંડ,
1 વાટકી કન્ડેન્સ્ડ મિલ્ક,
4 ચમચી કોર્નફ્લોર,
1/2 ચમચી પીળો ફૂડ કલર,
સજાવટ માટે ફુદીનાના પાન.
મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી:
Mango ice cream recipe in Gujarati.
- કેરીને છોલીને તેના ટુકડા કરી લો અને તેને મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવી લો.
- હવે એક વાસણ લો, તેમાં દૂધ ગરમ કરો, ખાંડ અને કન્ડેન્સ્ડ તે દૂધમાં ઉમેરો અને તેને ઉકાળો.
- એક બાઉલમાં કોર્નફ્લોર અને થોડું દૂધ લઇ સારી રીતે મિક્સ કરો.
- દૂધ મિશ્રણમાં ઓગળેલો કોર્નફ્લોર ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
- હવે કોર્નફ્લોર અને દૂધ મિશ્રણને ઠંડુ થવા દો અને ઠંડુ થયા પછી તેને મિક્સરમાં નાંખો અને તેમાં કેરીની પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
- પછી તેમાં ફૂડ કલર ઉમેરો અને તેને મિક્સ કરો. તેને એક ટીનમાં મૂકો અને ફ્રીઝરમાં 12 કલાક માટે સેટ કરવા રાખો.
- 12 કલાક પછી ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમ કાઢીને ફરીથી મિક્સરમાં ક્રશ કરો.
- હવે તેમાં ઝીણા સમારેલા કેરીના ટુકડા ઉમેરીને પ્લાસ્ટિકના બોક્સમાં મૂકો.
- પ્લાસ્ટિકના બૉક્સને પ્લાસ્ટિકની શીટથી અથવા એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકીને ફરીથી ફ્રીઝરમાં 12 કલાક માટે મૂકો અથવા તો તે જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
- હવે આઈસ્ક્રીમ તૈયાર છે, આઈસ્ક્રીમને આઈસ્ક્રીમ બાઉલ્સમાં સ્કુપ વડે કાઢી લો અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.
- તો તૈયાર છે સ્વાદિષ્ટ ફ્રેશ મેંગો આઈસ્ક્રીમ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો