દેશી ચણા નુ શાક બનાવવાની રીત
Desi Chana shak recipe in Gujarati.
સમય : 30 મિનિટ
સામગ્રી:
- ચણા - 250 ગ્રામ (પલાળેલા)
- ડુંગળી - 2 નંગ
- ટામેટા - 2 નંગ
- લીલા મરચા - 1 થી 2 નંગ
- લસણ - 6 થી 7 (કળીઓ)
- આદુ - 1 ઇંચનો ટુકડો
- જીરું - અડધી ચમચી
- હળદર પાવડર - ½ ચમચી
- ધાણા પાવડર - ½ ચમચી
- લાલ મરચું પાવડર - 1½ ચમચી
- ગરમ મસાલો - ½ ચમચી
- મીઠું - સ્વાદ મુજબ
- તમાલપત્ર
- તેલ - 3-4 ચમચી (મોટા)
- લીલા ધાણાભાજી - ઝીણી સમારેલી
દેશી ચણા નુ શાક બનાવવાની રીત
Desi Chana shak recipe in Gujarati.
સૌ પ્રથમ ચણાને 10 થી 12 કલાક પાણીમાં પલાળી રાખો. 10 થી 12 કલાક થાય પછી ચણાને 3 થી 4 વાર સારા પાણીથી ધોઈ લો.
પ્રેશર કૂકરમાં 1½ ગ્લાસ પાણી મૂકો, તેમાં ચણાને ઉમેરો. કૂકરને ગેસ પર મૂકી, કૂકરનું ઢાંકણ બંધ કરો અને ગેસ ચાલુ કરી મીડીયમ આંચ ઉપર રાખો. ચણાને પ્રેશર કૂકરમાં 3 સીટી સુધી પકાવો.
હવે, ડુંગળી બારીક કાપી લો. પછી મિક્સરની મદદથી ડુંગળીની પેસ્ટ બનાવો. ડુંગળીની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.
2 લીલા મરચાં અને આદુ-લસણ ને છોલીને પેસ્ટ બનાવો. પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.
ટામેટાને સારી રીતે ધોઈને તેના બારીક ટુકડા કરી લો અને પછી તેને મિક્સર મદદથી પેસ્ટ બનાવો અને પેસ્ટને બાઉલમાં કાઢી લો.
શાક બનાવવાનું શરૂ કરો:
ગેસ પર એક પેન/કડાઈ મૂકો, કડાઈમાં 3-4 ચમચી તેલ નાખો. પછી કડાઈમાં તમાલપત્ર અને જીરું ઉમેરો.
જીરાને થોડી સેકન્ડ માટે ફ્રાય કરો. હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો અને ડુંગળીની પેસ્ટને 3 થી 4 મિનિટ માટે સાંતળો, ત્યારબાદ તેમાં લસણ, આદુ, લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને ડુંગળી લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.
હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી ગ્રેવી ને 2 થી 3 મિનીટ સુધી ચડવા દો. મસાલાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. ગેસની આંચ મીડીયમ રાખો.
હવે તેમાં ટામેટાની પેસ્ટ નાંખો, અને ઓછામાં ઓછા 4 થી 5 મિનિટ સુધી તેને મસાલા સાથે પકાવો, આંચ ધીમી રાખો.
હવે તમે તેમાં બાફેલા ચણા નાખો, ધ્યાનમાં રાખો કે તમે ચણાને પાણીમાંથી અલગ કરી લો અને તેને કડાઈમાં નાંખો. તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો, અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો ઉમેરો અને ઓછામાં ઓછા 5 થી 6 મિનીટ સુધી ઢાંકી દો એટલે ચણા બરાબર ચડી જાય.
હવે તેમાં તમારા અનુસાર પાણી ઉમેરો. તમે તમારા હિસાબે વધુ કે ઓછું પાણી ઉમેરી શકો છો અને ગેસની ફ્લેમ ધીમી રાખી શકો છો.
શાકને 5 મિનિટ સુધી પાકવા દો, પછી તમે તેમાં બારીક સમારેલી લીલા ધાણાભાજી ઉમેરો.
તો તૈયાર છે દેશી ચણા નું ગ્રેવીવાળું શાક. સર્વ કરવા માટે શાકને બાઉલમાં કાઢી લો. તમે રોટલી, પુરી, પરાઠા, ભાત સાથે દેશી ચણા નુ શાક સર્વ કરી શકો છો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો