મસાલા ચા રેસીપી | Masala Tea Recipe In Gujarati

મસાલા ચા રેસીપી | Masala Tea Recipe In Gujarati


મસાલા ચા રેસીપી

Masala Tea Recipe in Gujarati.


સમય : 8-10 મિનિટ

કોર્સ : બ્રેકફાસ્ટ સર્વિંગ્સ

2 લોકો માટે
*****

મસાલા ચા એ ભારતના દરેક ભાગમાં બનતી સ્વાદિષ્ટ ચા છે. જેમાં આદુ અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેના સ્વાદમાં વધુ વધારો કરે છે. મસાલા ચાને સવારે અને સાંજે નાસ્તા સાથે સર્વ કરો.

જો તમે આખો દિવસ કોઈ કામ કરીને થાકી ગયા હોવ તો એક કપ મસાલા ચા બધો જ થાક દૂર કરી શકે છે. મસાલા ચાયને ડુંગળીના ભજીયા સાથે અથવા પોહા સાથે સર્વ કરો.

સામગ્રી :

1½ કપ પાણી
1 ચમચી ચાની પત્તી (તમારી પસંદગીની ચાની પત્તી)
½ ચમચી એલચી પાવડર
1 ચમચી આદુ
1½ કપ દૂધ
ખાંડ - સ્વાદ મુજબ.


મસાલા ચા રેસીપી
Masala Tea Recipe In Gujarati

મસાલા ચાયને બનાવવા માટે, એક તપેલીમાં 1½ કપ પાણી એડ કરો અને 1 મિનિટ માટે ઉકળવા દો.

હવે તેમાં 1 ટેબલસ્પૂન ચાની પત્તી, આદુ અને ઈલાયચી પાવડર તમારા સ્વાદ પ્રમાણે ઉમેરો અને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દો. પછી તેમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરો.

હવે તેમાં 1½ કપ દૂધ ઉમેરો અને તેને મિક્સ કરો અને 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દો. ચાને ટી સ્ટ્રેનર / ગરણી દ્વારા સીધા કપમાં રેડો અને તેને ગરમા ગરમ સર્વ કરો.

*****
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કૃપા કરીને તમારી કોમેન્ટઓ નીચેના કોમેન્ટ બોક્સમાં લખો.

ટિપ્પણીઓ