ખજુર પાક રેસીપી
KHAJUR PAK RECIPE IN GUJARATI.
સમય: 15-20 મિનિટ
કોર્સ: ડેઝર્ટ
3 લોકો માટે
*****
સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે ખજુર પાક રેસીપી. સ્વાસ્થ્યપ્રદ અને સુગર ફ્રી ડેઝર્ટ.
શિયાળામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખુબ સારા રહે છે. ખજુર મગજની એકાગ્રતામાં વધારો કરે છે અને ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. ખજુર મિનરલ્સ અને વિટામિનથી ખૂબ ભરેલ છે. તેમાં વિટામિન એ, કે, થાઇમિન, ફોલિક, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ સમાવિષ્ટ છે. તમે તેને વિવિધ રીતે તૈયાર કરી શકો છો. ખજુર મિલ્કશેક, ખજુર ક્રિપ્સ, ઓટમીલ પોરીજમાં ખજુર, ખજુર મફિન વગેરે...
સામગ્રી:
- બીજ વિનાનો ખજૂર - 250 ગ્રામ
- કાજુ - 2-3 ચમચી
- બદામ - 2-3 ચમચી
- કિસમિસ - 1 ટીસ્પૂન
- દેશી ઘી - 2½ ચમચી
સ્ટેપ 1 : બીજ વિનાનો ખજુર, દેશી ઘી, બદામ, કાજુ, કિસમિસ લો.
સ્ટેપ 2 : મિક્ષ્ચર ગ્રાઇન્ડરની મદદથી ખજુરને સારી રીતે પીસી લો.
સ્ટેપ 3: હવે એક પેન લો અને તેમાં 2½ ટીસ્પૂન દેશી ઘી નાખો.
સ્ટેપ 4. ખજુરને મધ્યમ તાપ પર બે મિનિટ પકાવો. હવે ખજુરના મિશ્રણમાં ડ્રાયફ્રૂટ્સ - બદામ, કાજુ અને કિસમિસ ઉમેરો. પછી તેને બરાબર મિક્સ કરી લો.
સ્ટેપ 5: પછી પેનમાંથી કાઢી લો. તેને ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકો. અંતે, તેના નાના ટુકડા કરો અને સર્વ કરો.
આ હેલ્ધી ખજુર પાકની રેસીપી ટ્રાય કરી મને જણાવશો.
મને આશા છે કે તમને મારી રેસીપી પસંદ આવી હશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો