મિક્સ દાળ ખીચડીMix dal khichdi recipe in Gujarati
મિક્સ દાળ ખીચડી ને સ્વામિનારાયણ ની ખીચડી પણ કહેવાય છે.
ખીચડીમાં ચોખા, મગની દાળ, તુવેર દાળ અને ઘીનું મિશ્રણ તમને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ડાયેટરી ફાઇબર, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ પ્રદાન કરે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે અને તમને બીમાર થવાથી બચવામાં મદદ કરી શકે છે.
ખીચડીમાં અનેક પોષક તત્વો હોય છે. દાળમાં રહેલું પ્રોટીન લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે અને સ્નાયુઓની વૃદ્ધિમાં પણ મદદ કરે છે. ખીચડી લંચ અથવા ડિનર દરમિયાન ખાઈ શકાય છે.
તો ચાલો, આપણે જાણીયે શરીર માટે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી મિક્સ દાળ ખીચડી બનાવવાની રીત.
સામગ્રી:
ચોખા 150 ગ્રામ,
મગની દાળ 50 ગ્રામ,
તુવેર દાળ 50 ગ્રામ,
મસૂર દાળ 50 ગ્રામ,
બટાકા 1 નંગ,
ટામેટા 3 નંગ,
મરચા 3 નંગ,
હળદર 1 ટે. સ્પૂન,
લાલ મરચું પાઉડર 1 ટી સ્પૂન,
ઘી 5 ટે. સ્પૂન,
લીમડા ના પાન 4-5,
રાય ½ ટી સ્પૂન,
જીરું 1 ટી સ્પૂન,
મીઠું સ્વાદાનુસાર,
જરૂર મુજબ પાણી.
મિક્સ દાળ ખીચડી બનાવવાની રીત:
Mix dal khichdi recipe in Gujarati.
🔹મિક્સ દાળ ખીચડી બનાવવા માટે સૌથી પહેલા બટાકા, ટામેટાને અને મરચાને મીડિયમ સાઈઝમાં કટ કરી લો.
🔹ચોખા, મસૂર દાળ, મગની દાળ અને તુવેર દાળને સ્વચ્છ પાણીથી એક-બેવાર ધોઈ લો.
🔹હવે એક કૂકરમાં ઘી લઈને તેને ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં સૌથી પહેલા રાય, જીરું અને લીમડા ના પાન ઉમેરો. જીરું તતડે એટલે તેમાં તુવેરની દાળ અને મસૂરની દાળ ઉમેરો.
🔹સમારેલા બટાકા, ટામેટા અને મરચાને ઉમેરીને મિક્સ કરી લો. તેને 5 મિનિટ માટે ચડવા દો.
🔹હવે કૂકરમાં ચોખા અને મગની દાળ ઉમેરો. તેમાં ઉપર થી લાલ મરચું પાઉડર, હળદર તેમજ સ્વાદાનુંસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
🔹ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરીને ચમચાથી ફરીથી મિક્સ કરી લો. કૂકરનું ઢાંકણ બંધ કરી દો અને 4-5 વ્હીસલ વગાડો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી.
તો તૈયાર છે હેલ્થી અને ટેસ્ટી મિક્સ દાળ ખીચડી. આ ગરમાગરમ ખીચડીને દહીં સાથે સર્વ કરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો