આલુ મટર સેન્ડવીચ રેસીપી
Aloo Matar sandwich recipe in Gujarati.
સમય: 25 મિનિટ્સ
સામગ્રી:
સ્ટફિંગનો મસાલો બનાવવા માટે:
બાફેલા બટેટા - 5 નંગ,
વટાણા - ½ કપ,
તેલ - 1 થી 2 ચમચી,
જીરું - ½ ચમચી,
સમારેલી ડુંગળી - 2 નંગ,
સમારેલા લીલા મરચા - 3 થી 4 નંગ,
આદુની પેસ્ટ - 1 ચમચી,
હળદર પાવડર - ½ ચમચી,
મરચાંનો પાવડર - 1 થી 2 ચમચી,
જીરું પાવડર - 1 ચમચી,
મીઠું - 1 ચમચી,
ચાટ મસાલા પાવડર - ½ ચમચી,
ગરમ મસાલો - ½ ચમચી,
સમારેલી કોથમીર,
લીંબુનો રસ - 2 ચમચી.
સેન્ડવીચ બનાવવા માટે:
બ્રેડ,
ફુદીના-કોથમીરની ચટણી,
ટોમેટો કેચઅપ,
ચીઝ સ્લાઈસ,
આલુ મસાલા,
માખણ/બટર.
આલુ મટર સેન્ડવીચ રેસીપી :
Aloo Matar sandwich recipe in Gujarati:
આલુ મસાલા બનાવવા માટે:
1. સૌપ્રથમ ગેસ પર એક કડાઈ મૂકી તેમાં તેલ નાંખો અને તેને ગરમ થવા દો. પછી તેમાં જીરું ઉમેરી તતડાવી લો.
2. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, આદુની પેસ્ટ, લીલા મરચાં ઉમેરો અને ડુંગળી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.
3. હવે તેમાં હળદર પાવડર, મરચું પાવડર, જીરું પાવડર, મીઠું, ચાટ મસાલા પાવડર, ગરમ મસાલા પાવડર ઉમેરો અને બધું મિક્સ કરો.
4. આ મિશ્રણને 1 મિનિટ માટે સાંતળો અને પછી તેમાં બાફેલા બટાકા ઉમેરો.
5. ફરી એકવાર બધું મિક્સ કરો અને પછી બટાકાને બરાબર મેશ કરો.
6. હવે તેમાં લીલા વટાણા, કોથમીર અને લીંબુનો રસ ઉમેરો.
7. ગેસ સ્ટોવ બંધ કરો અને મસાલાને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. આલુ મસાલો તૈયાર છે તેથી તેને સાઈડ પર રાખી દો.
આલૂ સેન્ડવીચ બનાવવા માટે:
1. સેન્ડવીચ બનાવવા માટે બ્રેડની 2 સ્લાઈસ લો અને એક બ્રેડ સ્લાઈસની એક બાજુ થોડી ફુદીના અને કોથમીરની ચટણી અને બીજી સ્લાઈસ પર ટોમેટો કેચપ લગાવો.
2. ફુદીના-કોથમીરની ચટણી વાળી બ્રેડ પર એક ચીઝ સ્લાઇસ મૂકો.
3. પછી બ્રેડની ઉપર આલુ મસાલો લગાવો.
4. હવે આલુ મસાલાની ઉપર ટોમેટો કેચઅપ વાળી બીજી બ્રેડની સ્લાઈસ મૂકી તેને હળવા હાથે દબાવો.
5. સેન્ડવીચ પર થોડું માખણ/બટર લગાવો અને ગ્રીલ મશીન અથવા સેન્ડવિચ મશીન પર કાચી સેન્ડવીચ મૂકી બ્રેડ બંને બાજુ સરખી રીતે શેકી લો.
6. તમારી મસાલેદાર આલૂ સેન્ડવિચ સર્વ કરવા માટે તૈયાર છે. ગરમાગરમ ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચને ફુદીના-કોથમીરની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
આશા છે કે તમને આ રેસીપી ગમશે. તમારો અનુભવ કોમેન્ટ બોક્સ માં અમને જરૂર જણાવજો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો