ગોળ અજમાની ચા
Jaggery Ajma Tea Recipe In Gujarati
શિયાળામાં ગોળ - અજમાનું સેવન શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. પરંતુ કેટલાક લોકોને અજમાનો સ્વાદ ઓછો પસંદ હોય છે. એવામાં તેની ચા બનાવીને પીવી એક બેસ્ટ ઓપ્શન છે. તો આવો જાણીએ તેની રેસીપી…
ચા માટેની સામગ્રી:
- 1 કપ પાણી
- 1 કપ દૂધ
- 1 ચમચી અજમા
- 1 ચમચી ચા પત્તી
- સ્વાદ પ્રમાણે ગોળ
ગોળ અજમાની ચા | Jaggery Ajma Tea Recipe In Gujarati :
રીત:
સૌ પ્રથમ ગોળને ટૂકડામાં સમારી લો. હવે ધીમી આંચ પર પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકો. પાણીમાં એક ઉભરો આવે એટલે તેમા ગોળ અને અજમો મિક્સ કરી લો. પછી ઉકાળો. હવે તેમા ચા પત્તી ઉમેરીને બે મિનિટ ઉકાળી લો. બીજી બાજુ અલગ પેનમાં દૂધ ગરમ કરવા માટે રાખો. હવે ગેસ બંધ કરીને ગોળ વાળા પાણીને એક કપમાં ગાળી લો. ઉપરથી ગરમ દૂધ ઉમેરીને મિક્સ કરો.
તૈયાર છે ગોળ-અજમાની ચા… ગરમા ગરમ સર્વ કરો.
મને આશા છે કે તમને આ રેસીપી ગમશે.
આભાર.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો