મોહનથાળ બનાવવાની રીત | Mohanthal recipe in Gujarati

મોહનથાળ બનાવવાની રીત |Mohanthal recipe in Gujarati




મોહનથાળ ગુજરાતી મિષ્ટાન્નનો રાજા છે. મોહનથાળ ઘરે બનાવવો સાવ સહેલો છે અને તેને બનાવવામાં અડધો કલાકથી માંડીને એક કલાક જેટલો જ સમય લાગે છે.

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal recipe in Gujarati
સામગ્રીઃ

3 કપ ચણાનો લોટ (બેસન),

અડધો કપ દૂધ,

1 ચમચી એલચીનો પાવડર,

દોઢ થી બે કપ ખાંડ,

1 કપ ઘી,

બદામ અને પિસ્તાના ટુકડા.

મોહનથાળ બનાવવાની રીત :

Mohanthal recipe in Gujarati:

  • સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ ચાળીને લો. હવે ઘીને ગરમ કરીને તેમાં બે ચમચી ઘી અને દૂધ લોટમાં ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. બચેલુ ઘી ગેસ પર ગરમ કરવા મૂકી દો.
  • ઘી ગરમ થઈ જાય પછી કડાઈમાં બેસનનું મિશ્રણ આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકો.
  • બીજા એક અલગ વાસણમાં ખાંડ અને પાણી નાંખીને 2 તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.
  • શેકેલા ચણાના લોટનું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી અને એલચી પાવડર ઉમેરીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિશ્રણ થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ દૂધ નાંખી દો જેનાંથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.
  • મિશ્રણને કોઈ થાળી માં નાંખીને ફેલાવી દો. તેના પર બદામ અને પિસ્તા થી સજાવટ કરો. આ પછી મિશ્રણમાં ચોરસ આકાર પાડી દો.

તો તૈયાર છે તમારો સ્વાદીસ્ટ મોહનથાળ.


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો