ખાંડવી બનાવવાની રીત
Khandvi recipe in Gujarati.
પરંપરાગત ગુજરાતી રેસીપી " ખાંડવી " ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. ગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય વાનગી છે. ગુજરાતના લોકો સવારના નાસ્તામાં ખાંડવી ખાવાનું ખુબ જ પસંદ કરે છે. ઘણા વ્યક્તિઓના મનમાં એક પ્રશ્ન થતો હોય છે કે ખાંડવી કેવી રીતે બનાવવી?
તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ દુકાન જેવી સ્વાદિષ્ટ ખાંડવી ઘરે બનાવવાની રીત.
ખાંડવી રેસીપી માટેની સામગ્રી:
ચણાનો લોટ - 1/2 કપ (60 ગ્રામ)
દહીં - 1/2 કપ
મીઠું - 1/2 ચમચી અથવા સ્વાદ મુજબ
હળદર - 1/4 ચમચી કરતાં ઓછી
આદુની પેસ્ટ - 1/2 ચમચી
તેલ - 2 ચમચી
રાઈ - 1/2 ચમચી
લીલા મરચા - 1
ગાર્નિશિંગ માટે:
કોથમીર - 1 ચમચી (બારીક સમારેલી)
તાજુ નારિયેળ - 1-2 ચમચી (છીણેલું)
તલ - 1 ચમચી
ખાંડવી બનાવવાની રીત.
Khandvi recipe in Gujarati.
એક મિક્સર જારમાં ચણાનો લોટ, વાટેલું દહીં, મીઠું, આદુની પેસ્ટ, હળદર પાવડર અને 1 કપ પાણી નાખીને મિક્સર જારમાં નાખો. ખાંડવી માટે બેટરને મિક્સર જારમાં બનાવીને તૈયાર કરો.
તો હવે બેટર(ખીરું) તૈયાર છે, એક પેનને ગેસ પર મુકો અને બેટર(ખીરું) ને પેનમાં ગરમ થવા માટે મુકો. બેટરને ચમચા વડે બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. બેટરને સતત હલાવતા રહો. લગભગ 5-6 મિનિટમાં આ બેટર પૂરતું જાડું થઈ જશે.
બેટર ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. હવે એક થાળી લો, તેને ઊંધી રાખો અને થાળીમાં ખાંડવીના મિશ્રણને પાતળી રીતે ફેલાવો, ચમચાની મદદથી બેટરને ખૂબ પાતળું ફેલાવો. થાળીમાં આ જ રીતે બધા બેટરને પાતળું ફેલાવો અને તેને ઠંડુ થવા દો.
જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય અને જામી જાય, ત્યારે આ જામી ગયેલા પડને ચાકુની મદદથી લાંબી સ્ટ્રીપ્સમાં (પટ્ટીમાં) કાપી લો અને આ સ્ટ્રીપ્સનો રોલ બનાવો, બધા રોલને પ્લેટમાં મૂકો.
હવે એક નાની કડાઈમાં તેલ મૂકી તેને ગરમ કરો, ગરમ તેલમાં રાઈના દાણા નાખો, રાઇ તતડે એટલે પછી તેમાં તલ નાખી ગેસ બંધ કરી દો, હવે તેમાં બારીક સમારેલા લીલા મરચા નાખીને મિક્સ કરો. તેને ખાંડવી પર રેડો, હવે ખાંડવી પર છીણેલું નારિયેળ અને બારીક સમારેલી લીલા કોથમીરથી પણ ગાર્નિશ કરો.
તૈયાર છે ટેસ્ટી ખાંડવી. ખાંડવીને કોથમીરની લીલી ચટણી સાથે સર્વ કરો અને ખાઓ.
સૂચન: જો તમે મિક્સર જારની મદદથી બેટર નથી બનાવતા અને આ બેટર(ખીરું) હાથથી તૈયાર કરી રહ્યા છો, તો ધ્યાન રાખો કે બેટરમાં કોઈ ગઠ્ઠો ન હોય અને એકદમ સ્મૂધ બેટર તૈયાર હોય.
બેટરને સતત હલાવતા રહીને પકાવો અને તે ઘટ્ટ થાય પછી તરત જ પ્લેટમાં ફેલાવી દેવું.
મને આશા છે કે તમને ખાંડવી ની રેસીપી પસંદ આવશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો