પીનટ બટર રેસીપી | Peanut butter recipe in Gujarati

 

પીનટ બટર રેસીપી 

Peanut butter recipe in Gujarati.


પીનટ બટર રેસીપી | Peanut butter recipe in Gujarati

અમે આજે તમારા માટે ખાસ પીનટ બટરની રેસિપી લઈને આવ્યા છીએ. ઘણા લોકો વિચારતા હોય છે કે ઘરે પીનટ બટર કેવી રીતે બનાવવું? તો ચાલો જાણીએ હોમમેઇડ પીનટ બટર બનાવવાની રેસીપી.

સામગ્રી:

મગફળી - 250 ગ્રામ,

મીઠું - સ્વાદ મુજબ,

મધ - 1 ½ ટીસ્પૂન.


પીનટ બટર બનાવવાની રેસીપી:

Peanut butter recipe in Gujarati.

સૌ પ્રથમ સારી તાજી મગફળી લો, તેને એક તપેલીમાં થોડું મીઠું અથવા રેતીમાં નાખી એટલી શેકી લો કે તે એકદમ આછા બદામી રંગના થઈ જાય. જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને હાથ વડે ઘસીને તેની છાલ કાઢી લો.

હવે તેને મિક્સરમાં ખૂબ જ બારીક પીસી લો, જેથી તે પેસ્ટ જેવું બની જાય. 

હવે તે પેસ્ટ માં મધ અને સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરો અને તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લો.

તો તૈયાર છે તમારું હોમમેઇડ પીનટ બટર. હેલ્ધી નાસ્તામાં પીનટ બટર ને રોટલી, પરાઠા કે બ્રેડ પર સ્પ્રેડ કરી પીરશો.

 

નોંધ:- જો મગફળી ને તપેલીમાં સીધું શેકવામાં આવે તો તેના પર કાળા ડાઘા પડવાની શક્યતા રહે છે. જેને લીધે પીનટ બટર નો કલર સારો આવતો નથી.


ટિપ્પણીઓ