સફરજનની ખીર
એપલ ખીર
Apple Kheer recipe in Gujarati
સામાન્ય રીતે સફરજનની ખીર ઉપવાસ દરમિયાન બનાવવામાં આવે છે. પરંતુ તમે તેને કોઈપણ તહેવાર પર અથવા જ્યારે પણ તમને મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે બનાવી શકો છો. ઈલાયચી અને ડ્રાયફ્રૂટ્સ ના સ્વાદવાળી સફરજનની ખીર તમને અને તમારા બાળકોને પસંદ આવશે.
સમય: 20 મિનિટ
સામગ્રી :
દૂધ એક લીટર
બેકિંગ સોડા ¼ ચમચી
સફરજન 400 ગ્રામ
ખાંડ 50 ગ્રામ
કાજુ 10 નંગ
પિસ્તા 6-7
કિસમિસ ૧૫ થી ૨૦
નાની ઈલાયચી 4 નંગ
સફરજનની ખીર બનાવવાની રીત:
એપલ ખીર - Apple Kheer recipe in Gujarati:
♦️ સફરજન ને ધોઈને તેની વચ્ચે નો ભાગ કાઢી છીણી લો.
♦️હવે દૂધને કોઈ જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરવા મૂકો. દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળો.
♦️થોડી થોડી વાર પછી ઉકળતા દૂધ ને ચમચા વડે હલાવતા રહો જેથી દૂધ વાસણમાં નીચે ચોંટે નહીં.
♦️હવે ઉકળતા દૂધમાં બેકિંગ સોડા અને સફરજનનું છીણ મિક્સ કરી દો. એક ઉભરો આવે ત્યાં સુધી હલાવો.
♦️સફરજન ચડી જાય ત્યારપછી તેમાં સૂકો મેવો અને ખાંડ ભેળવો. પછી બે-ત્રણ મિનિટ ગેસ ઉપર રહેવા દો.
♦️હવે તેમાં ઈલાયચીનો પાવડર અને ડ્રાયફ્રૂટ મૂકી ગાર્નિશ કરો.
તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને મને જણાવશો કે તમને સફરજન ની ખીર કેવી લાગી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો