ફુદીના પુરી | Pudina Puri Recipe in Gujarati

 ફુદીના પુરી


Pudina Puri Recipe in Gujarati

ફુદીના પુરી અથવા મિંટ પુરી એ એક સરળ અને ઝડપી રેસીપી છે. જેને તમે કોઈપણ સબઝી/કરી સાથે સર્વ કરી શકો છો. અથવા તેને દહીં અને અથાણાં સાથે ખાવાનો આનંદ લઈ શકો છો. તમે ચા/કોફીના ગરમ કપ સાથે પણ તેનો આનંદ માણી શકો છો.
પુરીઓ ટિફિન/લંચ બોક્સ માટે એકદમ યોગ્ય છે. તેના મુખ્ય ફાયદો એ છે કે તમે તેને પિકનિક અથવા પ્રવાસ માટે પણ લઈ જઈ શકો છો.

ફુદીના પુરી | Pudina Puri Recipe in Gujarati

સામગ્રી:

  • ઘઉંનો લોટ 1 કપ 
  • સોજી 1 કપ 
  • અજમા 1 ચમચી 
  • ક્રશ કરેલ ફુદીનો 1 ચમચી 
  • મોણ માટે તેલ ૧ ચમચો 
  • નમક સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ

ફુદીના પુરી બનાવવાની રીત.
Pudina puri recipe in Gujarati.

♦️એક વાસણમાં લઈ તેમાં ઘઉંનો લોટ, સોજી, અજમા, ક્રશ કરેલ ફુદીનો, તેલ અને નમક મિક્સ કરી પુરીનો કઠણ લોટ બાંધો.

♦️લોટ બાંધી લીધા પછી તેને 10 મિનિટ સુધી ઢાંકીને રાખો.

♦️ ત્યારબાદ તેમાંથી લુઆ બનાવીને પૂરી વણી લો.

♦️ હવે એક વાસણમાં લઈ તેમાં પૂરી તળવા માટે મધ્યમ આંચ પર તેલ ગરમ કરવા મુકો. 

♦️પુરી તળી લીધા બાદ થોડી વાર ઠંડી થવા દેવી.

♦️પુરી ઠંડી થઈ ગયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

♦️તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ફુદીના પુરી.

♦️ ફુદીના પુરી ને સોસ, ચટણી અથવા ચા સાથે ખાવા નો આનંદ લો.

મને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે તો ટ્રાય કરી ને કોમેન્ટ બોક્સ માં તમારો અનુભવ જરૂર જણાવશો.

આભાર.




ટિપ્પણીઓ