કેસરયુક્ત પાણીના ફાયદા
Saffron Water Benefits in Gujarati
કેસરનો ઉપયોગ સામાન્ય રીતે મીઠાઈ બનાવવામાં આવતો હોય છે. મીઠાઈમાં કેસર ભેળવવાથી સ્વાદ અને રંગ સારો આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કેસરયુક્ત પાણીનું સેવન સ્વાસ્થ્ય અને સુંદરતા એ બંને માટે ફાયદાકારક છે. કેસરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટી અલ્ઝાઇમર અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણ સમાયેલા છે. તેમ જ તેમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આર્યન, પ્રોટીન અને વિટામિન એ પણ સમાયેલા છે.
કેસર એ વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે - 1 પાઉન્ડ (450 ગ્રામ) ની કિંમત $500 થી $5,000 ની વચ્ચે છે. તેની ઊંચી કિંમતનું કારણ તેની શ્રમ-સઘન લણણી પદ્ધતિ છે, જે તેનું ઉત્પાદન ખર્ચાળ બનાવે છે.
કેસર ક્રોકસ સેટીવસ ફૂલમાંથી હાથ વડે લણવામાં આવે છે, જે સામાન્ય રીતે કેસર ક્રોકસ તરીકે ઓળખાય છે. "કેસર" ફૂલના થ્રેડ જેવી રચનાને લાગુ પડે છે જેને સ્ટીગ્મા કહેવાય છે.
અહીં આપણે કેસરના કેટલાક પ્રભાવશાળી અને સ્વાસ્થ્યકારી લાભો જોઈશું.
દિવસ દરમિયાન થાક અનુભવાતો હોય તો સ્ફૂર્તિ મેળવવા માટે કેસરના પાણીનું સેવન કરવું જોઇએ. તેનાથી થાક ઊતરે છે અને મૂડ પણ સારો બને છે તથા શરીરમાં સ્ફૂર્તિ આવે છે.
વાળ ખરવાની તકલીફથી છુટકારો પામવા માટે દિવસમાં બે વખત કેસરયુક્ત પાણીનું સેવન કરવું. તેમાં સમાયેલા એન્ટિ-ઓક્સિડન્ટ વાળને પોષણ આપે છે જેથી વાળ મજબૂત બને છે તેમ જ સ્કેલ્પમાં થતાં ઈન્ફેક્શનને દૂર કરે છે. તે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.
ગર્ભવતી મહિલાઓના મૂડ વારંવાર સ્વિંગ થતા હોય છે. તેમજ તેને ગેસની તકલીફ પણ રહેતી હોય છે એવામાં કેસરયુક્ત પાણી તેમની પાચનશક્તિ સુધારે છે, તેમજ પેટની અન્ય સમસ્યાઓ દૂર કરે છે. તેના સેવનથી નિદ્રા પણ સારી આવે છે.
શરદી ઉધરસની તકલીફમાં કેસરના પાણીનું સેવન કરવાથી રાહત મળે છે, કેસરનું પાણી પીવાથી આરામ મળે છે. વારંવાર ઇન્ફેક્શન થતું હોય તો કેસરયુક્ત પાણી દિવસમાં એક વખત અવશ્ય પીવું જોઈએ.
કેસરમાં crocin નામનું તત્વ હોય છે જે કેન્સરના સેલને વધતા અટકાવવામાં મદદરૂપ થાય છે. તેનું સેવન બ્રેસ્ટ કેન્સર, સ્કીન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરમાં સુરક્ષા પ્રદાન કરે છે.
કેસરનું પાણી પીવું આપણી ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને તેને અંદરથી પોષવામાં મદદ કરે છે. તેનું સેવન ખીલ, પિમ્પલ અને અન્ય કેટલીક સમસ્યાઓને દૂર રાખે છે. કેસરનું પાણી તમારી ત્વચા માટે ઉત્તમ છે. જો તમે તેને દરરોજ પીશો તો તે તમારી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવશે. કેસરનું પાણી પીવાથી તમારી ત્વચાની રચના પણ સુધરે છે.
કેસર અન્ય કેટલાક સંભવિત સ્વાસ્થ્ય લાભો સાથે જોડાયેલું છે, જેમ કે હૃદય રોગનું જોખમ, બ્લડ સુગર લેવલ, આંખોની રોશની અને યાદશક્તિ. જો કે, મજબૂત તારણો કાઢવા માટે વધુ અભ્યાસની જરૂર છે.
મને આશા છે કે આ માહિતી તમારા જ્ઞાનમાં વધારો કરશે. તો આવી સુંદર મજા ની માહિતીઓ જાણવા માટે કોમેન્ટ બોક્સ માં અમને તમારો અભિપ્રાય જણાવશો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો