જામફળ જ્યૂસ
Guava juice recipe in Gujarati
(ગુલાબી જામફળ નું જ્યૂસ)
સમય : ૧૫ મિનિટ
જામફળ વિશેની સૌથી સારી બાબત એ છે કે તે અન્ય મોંઘા ફળો કરતાં પ્રમાણમાં સસ્તી છે, તેમ છતાં તે જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. જે જામફળના રસને પણ વપરાશ માટે એકદમ મહત્વપૂર્ણ બનાવે છે.
જામફળની ઘણી જાતો ભારતીય બજારમાં અને ભારતની બહાર પણ ઉપલબ્ધ છે. ગુલાબી જામફળ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તમે જ્યુસ બનાવવા માટે નરમ, પાકેલા અને મીઠા જામફળની પસંદગી કરશો.
જામફળ એ ફાઇબર, એન્ટીઑકિસડન્ટ, વિટામિન સી અને પોટેશિયમ જેવા અન્ય ખનિજોનો ઉત્તમ સ્ત્રોત છે. સંશોધકોના મતે, એક જામફળમાં એક નારંગી કરતાં લગભગ 4 ગણું વધુ વિટામિન સી હોય છે.
તો ચાલો જાણીએ જામફળનું જ્યુસ બનાવવાની રીત.
સામગ્રી :
જામફળ 3 નંગ,
ખાંડ 2 ચમચી,
સંચળ ½ ચમચી,
પાણી 1 કપ (ઠંડુ)
જામફળ જ્યૂસ બનાવવાની રીત.
Guava juice recipe in Gujarati.
♦જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ જામફળની છાલ કાઢી તેના નાના-નાના ટુકડા કરી લો.
♦હવે એક મિક્સર જાર લો. જારમાં સમારેલા જામફળના ટુકડા, ખાંડ, સંચળ અને ઠંડુ પાણી લઇ ને મિક્સરમાં પીસી લો.(તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો).
♦જામફળ પૂરી રીતે ગ્રાઇન્ડ થઇ જાય એટલે બીજા વાસણમાં ચાળણીની મદદથી રસને ગાળી લો.
♦તો લો તૈયાર છે ઠંડું ઠંડું જામફળ નું હેલ્ધી અને ટેસ્ટી જ્યુસ.
♦આ ટેસ્ટી અને હેલ્ધી જ્યુસનું સેવન કરો.
નોંધો:
- એવા જામફળનો ઉપયોગ કરો જે સોફ્ટ અને મીઠા હોય.
- જો તમે ઇચ્છો તો તમે જ્યૂસને પાતળું કરવા માટે વધુ પાણી ઉમેરી શકો છો.
- જો જામફળ ખૂબ મીઠા હોય તો તમે ખાંડ ના નાખો તો પણ ચાલશે. અથવા તો તમારી પસંદનું સ્વીટનર ઉમેરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો