આમલેટ બનાવવાની રીત | Omelet recipe in Gujarati

આમલેટ બનાવવાની રીત
Omelet recipe in Gujarati.

સમય : ૫ મિનિટ

ઇંડા ફક્ત નાસ્તા માટે જ નહિ, પરંતુ તે બ્રંચ, લંચ, ડિનર અને સ્નેક્સ માટે પણ ઉત્તમ છે. ઓમેલેટ નિયમિત, સ્વાદિષ્ટ, ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે. ઓમેલેટમાં ટામેટા, કેપ્સિકમ, ગાજર, પાલક અને ચીઝ પણ ઉમેરી શકાય છે.

ઓમેલેટ ઘણી રીતે બનાવી શકાય છે. પરંતુ અહીં હું 5 મિનિટમાં ટેસ્ટી અને હેલ્ધી ઓમેલેટ બનાવવાની સૌથી ઝડપી અને સરળ રીત શેર કરવા માંગુ છું.

આમલેટ બનાવવાની રીત | Omelet recipe in Gujarati

સામગ્રી:

  • ઇંડા 2 નંગ,
  • સમારેલી ડુંગળી 2 ચમચી,
  • સમારેલા લીલા મરચા 2 નંગ,
  • તેલ 1 ટી સ્પૂન
  • કોથમીર, 
  • મરી,
  • લાલ મરચું પાવડર ⅓ ચમચી,
  • સ્વાદ પ્રમાણે મીઠું.

આમલેટ બનાવવાની રીત | Omelet recipe in Gujarati

આમલેટ બનાવવાની રીત
Omelet recipe in Gujarati.

🔸સૌથી પહેલા એક બાઉલમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં અને કોથમીર મિક્સ કરો. 

🔸હવે તેમાં ઈંડાને ફોડીને મિક્સ કરી ફેંટી લો. ત્યાર બાદ સ્વાદ અનુસાર મીઠું, મરી અને લાલ મરચું પાવડર નાંખો અને ફરીથી મિક્સ કરો. 

🔸આ મિશ્રણ તૈયાર થયા બાદ ગેસ પર એક પેન મૂકી તેમાં એક ટી સ્પૂન તેલ નાંખો અને તેને ગરમ થવા દો. 

🔸તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ઈંડાવાળું મિશ્રણ નાંખી 2-3 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દેવું. 

🔸આંચ ધીમી રાખો અને એક સાઈડ આમલેટ પાકી/શેકાઈ જાય એટલે તેને હળવે હાથે બીજી બાજુ પલટાવો. અને બીજી સાઈડ પણ શકો. 

🔸તો તૈયાર છે તમારી ટેસ્ટી અને હેલ્ધી આમલેટ.

🔸ઓમેલેટને ટોસ્ટ સાથે સર્વ કરો.

આ આમલેટ રેસિપી ટ્રાય કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો.


ટિપ્પણીઓ