કાઠીયાવાડી કઢી બનાવવાની રીત.
Kathiyawadi kadhi recipe in Gujarati :
ખિચડી અને કઢી ગુજરાતીઓની મનપસંદ વાનગી છે. કઢી અલગ અલગ જગ્યાએ અલગ રીતે બનાવાય છે. તો આજે આપણે જાણીએ ગુજરાતીઓની મનપસંદ કાઠીયાવાડી કઢી બનાવવાની રીત.
કાઢી બનાવવાની માટેની સામગ્રી:
- દહીં 2 કપ
- પાણી 2 કપ
- ચણાનો લોટ 2–3 ચમચી
- તેલ 3 ચમચી
- રાય 1/2 ચમચી
- મેથી 1 ચમચી
- હળદર 1/2 ચમચી
- લીમડો 5–6 પાંદડા
- મરચાં 4–5 નંગ
- હિંગ 1/4 ચમચી
- ખાંડ સ્વાદ અનુસાર
- મીઠું સ્વાદ અનુસાર
કાઠીયાવાડી કઢી બનાવવાની રીત:
- દહીંમાં પાણી ઉમેરી સારી રીતે ફેટીને છાશ બનાવી લો.
- હવે તેમાં 2–3 ચમચી ચણાનો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લો.
- એક કઢાઇમાં 2 ચમચી તેલ ગરમ કરો. હવે ગરમ તેલમાં હિંગ, રાય, મેથી, મરચા, લીંમડો નાખી વઘારો.
- હવે કઢાઇમાં છાશ નાખી હલાવી લો. છાશ ને ઉકળવા દો.
- ઉકળતી છાશમાં થોડી હળદર, સ્વાદ મુજબ ખાંડ અને મીઠું નાખો.
- ત્યાર પછી કઢી ઉકાળીને થોડી ઘટ થવા દો.
- તો તૈયાર છે ગુજરાતીઓની મનપસંદ ‘કઢી’. કઢી ને ગરમા ગરમ ખીચડી કે ભાત સાથે પીરસો.
આભાર.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો