મરચાના ભજીયા.
Marcha na Bhajiya recipe in Gujarati.
Chilli Pakoda recipe.
સામગ્રી:
ચણાનો લોટ 2½ કપ,
લીલા મરચા 10 નંગ,
કસૂરી મેથી,
હિંગ ½ ટી સ્પૂન,
ડુંગળી 1 નંગ,
અજમો 1 ટી સ્પૂન,
ગરમ મસાલો ⅓ ટી સ્પૂન,
લાલ મરચાનો પાવડર ⅓ ટી સ્પૂન,
બેકિંગ પાવડર ¼ ટી સ્પૂન,
કોથમીર ઝીણી સમારેલી,
મીઠું સ્વાદ અનુસાર,
તેલ જરૂરિયાત અનુસાર,
પાણી જરુરિયાત અનુસાર.
મરચાના ભજીયા બનાવવાની રીત:
Marcha na Bhajiya recipe in Gujarati.
• સૌ પહેલા લીલા મરચાને ધોઈને સાફ કરી લો.
• હવે ચપ્પુની મદદથી તેને વચ્ચેથી કાપી લો અને તેના બધા બીજ કાઢી લો. એક વાસણમાં બારીક સમારેલી ડુંગળી, મરચાનો પાવડર, કોથમીર, અજમો, ગરમ મસાલો, હીંગ અને મીઠું મિક્સ કરો અને સ્ટફિંગ તૈયાર કરો.
• હવે આ સ્ટફિંગને મરચામાં ભરો. એક અન્ય વાસણમાં 2½ કપ ચણાનો લોટ લઇ તેમાં મીઠું, કસૂરી મેથી, ઝીણી સમારેલી કોથમીર અને પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરો.
• મીડિયમ ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરો. હવે સ્ટફિંગ કરેલા મરચાને લઈ ખીરા માં ડીપ કરતા જાઓ અને તેને ગરમ તેલમાં તળો. આ રીતે તમામ મરચાને તૈયાર કરી લો.
• તમારા સ્ટફિંગવાળા મરચાના ભજીયા તૈયાર છે. તમે તેને ટોમેટો કેચપ, ચટણી કે ચા સાથે ગરમાગરમ પીરસો.
તમને આ ભરેલા મરચા કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સ માં અમને જરૂર જણાવજો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો