ABC જ્યુસ - ABC juice recipe in Gujarati

 

ABC જ્યુસ - ABC juice recipe in Gujarati


હાય મિત્રો! આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે એક સરળ અને સ્વાસ્થ્યદાયક ABC જ્યુસ બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું. ABC જ્યુસ એન્ટીઑકિસડન્ટો અને વિટામિન્સથી ભરપૂર છે, જે ત્વચાને ચમક આપે છે. આ જ્યુસમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે, તેથી તે વજન ઘટાડવામાં અને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે.

આ રેસીપી ખૂબ સાદી અને પોષણદાયક છે, અને બાળકોથી લઈને મોટા સુધી બધાને ગમશે. જો તમે પ્રાકૃતિક સ્વાદને પસંદ કરો છો તો આ જ્યુસ તમારા માટે પરફેક્ટ વિકલ્પ છે. 

ABC જ્યુસ બનાવવા માટે સામગ્રી:


- આમળા 5 નંગ  

- બીટ 1 નંગ  

- ગાજર 2 નંગ  

- લીલી હળદર 2 નંગ  

- લીંબુ 1 નંગ  

- પાણી 1 ગ્લાસ  

- સંચળ પાઉડર - સ્વાદ મુજબ  


ચાલો શરૂ કરીએ!

ABC જ્યુસ બનાવવાની રીત:


સૌપ્રથમ આમળાંને સારી રીતે ધોઈને નાના ટુકડા કરી લો. 

પછી ગાજર, લીલી હળદર અને બીટને છોલી નાના-નાના ટુકડા કરી લો.  

એક મિક્સર જાર લઈને થોડું પાણી નાખી તેને બારીકાઈથી પીસી લો.  

તૈયાર થયેલું મિશ્રણ એક મોટા બાઉલમાં ઝીણી ગરણી કે કપડાથી ગાળી કરી લો.  

જો જરૂરી લાગે તો થોડું વધુ પાણી ઉમેરીને ફરીથી ગાળો જેથી બધો રસ નીકળી જાય.  

અંતે, ગાળેલા જ્યુસમાં સ્વાદ મુજબ લીંબુનો રસ અને સંચળ પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો.  


તો  તૈયાર છે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યદાયક ABC જ્યુસ. તમારા આરોગ્ય ને વધુ સારો બનાવવા માટે આ રેસીપી આજથી અપનાવો. આજે જ બનાવો અને તમારા પરિવાર સાથે તેનો આનંદ માણો! 

તમે જો આ રેસીપી પસંદ આવી હોય તો અમારી રેસીપી શેર કરવાનું ભૂલશો નહીં. તમારા પ્રતિસાદ અને પ્રતિભાવ માટે ધન્યવાદ!  

ટિપ્પણીઓ